વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

135 questions

135 answers

4,908 users

Gas acidity throat food swalling problm

મારી ઉંમર ૨૩ વર્ષની છે. મને છેલ્લા છ વર્ષથી પ્રોબ્લેમ છે. કંઈક ખાવ કે ન ખાવ પણ 24 કલાક મોં વાટે થી ગેસ બહાર નીકળ્યા કરે છે. ગળામાં જમતી વખતે ખોરાક અટકી જાય છે. ગળામાં ખટકતું હોય તેવું લાગે છે. દિવસમાં ત્રણથી ચાર વાર ટોયલેટ જવું પડે છે. ગેસના કારણે પાણી પણ પીવાતું નથી. એસીડીટી પણ રોજ થાય છે. ગળામાં અંદરથી સોજો હોય એવો દુખાવો થાય છે. કાયમી શરદી રહે છે. છ વર્ષમાં 10 થી 12 ડોક્ટર પાસે સારવાર કરાવી ચુક્યો છું. કોઈ ફરક પડતો નથી.ઊલટાનો વધારે પ્રોબ્લેમ થાય છે. હવે તો પાણી પીવામાં પણ તકલીફ પડે છે. આના માટે શું કરવું તે જણાવશો.

Mari age 23 varsh ni chhe..mne last 6 year thi problem che.kaik khav ke nai khav 24 hours moh vate gas bahar nikre che. Gara ma jmti vkhte khorak atki jay che.gara MA kaik nde che evu lage chhe..divas na 3-4 var toilet jvu pde chhe..gas na karane pani pan pivatu nthii..acidity pan Roj thay chhe.garu under thi soji gyu hoy evu pain thay chhe..kayami sardi rhe che..6 year ma 10-12 doctors ni pase ilaj kravi chukyo chhu.koi frk nai..ultanu vdhare problem thay..pani pivama pan tklif pde. please tell me..what to do.!!
asked Mar 30, 2016 in પેટનાં રોગો by Chintan12
edited Apr 9 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

 
Best answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપને ઘણી બધી તકલીફો છે.
ખાસ કરીને જોઈએ તો વાયુ, પિત્ત અને કફ આ ત્રણે ત્રણ દોષ એકસાથે તમારા શરીરમાં ઉત્પાત મચાવે છે.
આવા સમયે કોઈ રામબાણ ઇલાજ અથવા ગોળી તમને બધું એકસાથે મટાડી દે, તેવું કોઈપણ રીતે શક્ય નથી.
દસ થી બાર ડોક્ટર બદલવા છતાં છ વર્ષથી આપ ખૂબ જ હેરાન થાવ છો.પણ આપની આ જે તકલીફ છે તે ખાસ કરીને પાચન સંબંધિત વધારે છે.
તેમાં પણ ઉદાનવાયુ અને વ્યાનવાયુ આ બંને વાયુના પ્રકોપથી શરૂ થયેલો આ રોગ એલોપેથી દવાની આડઅસરથી એસીડીટી પણ શરૂ કરી ગયો.
શરદી થવી અને ગળામાં દુખાવો તો તે  કદાચ તમે ખાવા-પીવામાં ધ્યાન નથી રાખતા તેના કારણે અથવા તો ઋતુ બદલાવાના કારણે કે ઠંડા પવન કે ઠંડા પાણીના કારણે ઊભી થયેલી હોઈ શકે.

આવા સંજોગોમાં નિયમિત રીતે ચેક અપ કરીને પંદર દિવસે કે મહિને દવા બદલતાં બદલતાં એક-એક લક્ષણોને કાબૂમાં લેતાં લેતાં આપના રોગને મટાડવો પડે.

આપની આ સ્થિતિમાં આયુર્વેદની સારવાર જેવી એક પણ ઉચિત અને સફળ સારવાર દેખાતી નથી.


તેથી, આપને આગ્રહપૂર્વક જણાવું છું કે આપની નજીકમાં સારા આયુર્વેદ ડોક્ટરનો સંપર્ક કરી તેમની સલાહ પ્રમાણે દવાઓ શરૂ કરો અને જરૂર જણાય ત્યારે ડોક્ટરની સલાહ પ્રમાણે પંચકર્મની પણ સારવાર ચોક્કસથી કરાવશો.

આપના આ રોગ માટે ધીરજપૂર્વક સતત એકધારા પ્રયત્નની આવશ્યકતા છે. ડોક્ટર બદલવાથી રોગ મટી જવાનો નથી પણ રોગની જેમ તમારે પણ ડોક્ટર ને સ્થિર કરી દેશો તો રોગ અસ્થિર થઇ જશે.

ત્યાં સુધી આપ નીચેની દવા શરૂ કરી શકો.
1. અવિપત્તિકર ચૂર્ણ એક એક ચમચી ત્રણ વાર પાણી સાથે લેવી
2. છર્દિરિપુ ચૂર્ણ અડધી ચમચી સવાર-સાંજ મધ સાથે ચાટવું.
3. તુલસી અને અરડૂસીનો રસ મધ નાખીને સવાર-સાંજ નિયમિત પીવો.
4. હળદર અને મીઠાના ગરમ પાણીના કોગળા કરવા.
5. રાત્રે સૂતી વખતે હળદરવાળું દૂધ પીવું.

વધારે પડતો ખોરાક ન લેતા અત્યારે ખીચડી, દાળ ભાત જેવો હળવો ખોરાક લેવો અને જમતી વખતે શાંતિથી ધીમે ધીમે જમવું.
વાસી ખોરાક બિલકુલ ન લેવો.
બ્રેડ, બિસ્કીટ, પાઉં જેવી મેંદાની વસ્તુઓ બંધ કરવી.
અથાણા, આથેલી વસ્તુઓ બિલકુલ ન લેવી.
ઠંડું પાણી અને ફ્રીજમાં મૂકેલી તમામ વસ્તુઓ બંધ કરવી.

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.


1. વમન કર્મ
2. વિરેચન કર્મ
3. બસ્તિકર્મ
4. શિરોધારા
5. કવલ અને ગંડૂષ

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ

૧. પશ્ચિમોતાનાશન

૨, ચક્રાસન

૩. પવન મુક્તાસન

૪. પ્રાણાયામ

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - 08.૦૦ થી  04.30 સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram - Join our channels -

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

answered Apr 9 by admin

Related questions

1 answer 102 views
102 views asked Jan 31 in પેટનાં રોગો by Krishna Patil
1 answer 1,369 views
1,369 views asked Sep 15, 2015 in પેટનાં રોગો by Deep
1 answer 3,153 views
3,153 views asked Dec 28, 2012 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
1 answer 7,922 views
7,922 views asked Dec 31, 2012 in પેટનાં રોગો by annonymus
1 answer 846 views
846 views asked Mar 21, 2016 in પેટનાં રોગો by rahimghanchi
1 answer 2,407 views
2,407 views asked Feb 17, 2013 in એસિડીટી by anonymous
1 answer 6,223 views
6,223 views asked Jan 29, 2013 in કબજિયાત by anonymous
1 answer 870 views
870 views asked May 25, 2013 in વૃદ્ધાવસ્થાનાં રોગો by RIDDHI
1 answer 2,000 views
2,000 views asked Dec 28, 2012 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...