વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

125 questions

135 answers

4,200 users

લિંગ (પેનિસ) ઉપર ઈન્ફેક્શન અને વારંવાર ની તકલીફ

મારી સગાઇ બે વર્ષ થી થઈ ગઈ છે આર્થિક પ્રોબ્લેમના કારણે લગ્ન બાકી છે.

હું ઘણી વાર મારી પાર્ટનર સાથે સેક્સ કરુ છું.મહીના મા પાંચ સાત વાર સેક્સ કરુ છું.

મારી સમસ્યા એ છે કે એક મહિના થી મારા લિંગ પર નાની નાની લાલ ફોલ્લીઓ અને ખંજવાળ આવે છે..જેના માટે મેં ડોક્ટરને જણાવ્યું.તેમણે જે દવાઓ આપી એમા મને 75% સારુ થઈ ગયુ. પણ હાલમા દસ પંદર દિવસ થી લિંગ પર આગળ ના ભાગે લાલ છોલા પડી ગયા છે... લોહી અને પેશાબ નો રીપોર્ટ કર્યો જેમાં બધુ બરાબર છે એમ ડો. જણાવ્યું. અત્યાર સુધીમા કોઈ રોગ નથી. ડોક્ટર ની દવા અને ગોળી તથા ક્લોબેન-જી મલમ લગાવું છું. પરંતુ એ ઘા રુઝાતા નથી. મલમ લગાવા છતા એ છોલાય ગયેલ ભાગ માંથી દહી જેવો કે શરદી જેવો પ્રવાહી આખા દિવસ દરમ્યાન નીકળી રહે છે. દિવસ દરમ્યાન બે-ત્રણ વાર લિંગ ધોઈ ને મલમ લગાવુ છું છતાં પણ મને એ ઘા રુઝાતા નથી. અને જે શરદી જેવું સફેદ દ્રાવ્ય લિંગની ચામડી પરથી નીક્ળે છે.અને ઘા રુઝાતા નથી.

તો ખાવા પીવાની કાળજી.શું ખાવુ શું ના ખાવુ. અને બીજા કયા પ્રકારની દવા કે મલમ લેવી જેના માટે મને યોગ્ય સલાહ સુચન આપવા હું વિનંતી કરુ છું.

asked Jul 13, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
edited Feb 12 by admin
Q 32 A 0 C 1
    

1 Answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપના સમસ્યાનું વર્ણન પ્રમાણે આપને જાતીય સમાગમ પછી લિંગ ઉપર જે ઇન્ફેક્શન લાગ્યું છે તેના કારણે તમને ઘણી બધી તકલીફો રહે છે. આપેલી દવાઓ કરાવ્યા છતાં અને નિયમિત રીતે સફાઈ અને ટ્યુબ લગાવ્યા છતાં પણ પેનિસ પર પડેલા ઘા રુઝાતા નથી.

આમ જોઈએ તો આજે સમસ્યા છે તે તમારા બન્નેના જાતીય અંગોની સ્વચ્છતા અને તેને લાગેલા ઇન્ફેક્શનના કારણે હોઈ શકે છે. આપના લગ્ન થયેલા નથી પણ તમે જાતીય દ્રષ્ટિથી એકદમ સક્રિય છો તેથી વારેવારે તમે જાતીય સંબંધ બાંધો પણ છો.
આ દરમિયાનમાં તમે ગર્ભ નિરોધક તરીકે કોન્ડોમ વાપરો છો કે ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરો છો તે સ્પષ્ટ કરવા વિનંતી.

હાલ પૂરતો જ્યાં સુધી આપને આ બધી સમસ્યાઓ દૂર ન થાય ત્યાં સુધી સમાગમ કરવા માટે સલાહ આપવી બરાબર નથી. તેથી તમે હાલ પૂરતા સમાગમથી દૂર રહો તે અપેક્ષિત છે.

આપને ઇન્ફેક્શન લાગ્યું છે તેના માટે જો તમારા નજીકમાં કોઈ સારા આયુર્વેદિક ડોક્ટર હોય તો તેમને બતાવી ને તેમની પાસેથી સારવાર લો તે સૌથી વધારે સલાહભર્યું છે.

આ છતાં આપ જો ચાહો તો અમારે અહીંયા રૂબરૂ આવીને સારવાર લેવી યોગ્ય ગણાશે.

અહીંયા આવો કે અન્ય ડોક્ટર ને બતાવો ત્યાં સુધી કામચલાઉ ધોરણે નીચેની ઔષધો શરૂ કરી શકો.

1. મહામંજિષ્ઠાદિ કાઢા દસ મિલી દિવસમાં બે વાર
2. કિશોર ગૂગળ બે ગોળી દિવસમાં બે વાર
3. દ્વાદશાંગ ઘનવટી બે ગોળી બે વાર
4. પંચતિક્ત ઘૃત એક ચમચી સવારે અને સાંજે પીવા માટે અને આ જ દવા ઘાવ પર દિવસમાં બે વાર લગાવવી.

તીખું ખારૂં ખાટું અને તળેલું હાલ બંધ રાખવું
ગરમ મસાલા વાળુ બંધ રાખવું
બજારનાં નાસ્તા ન લેવા
બેકરીની વસ્તુઓ ન ખાવી
દહીં છાશ આમલી જેવી ખટાશ બંધ રાખવી.

પેનીસના ભાગને લીમડાના પાણીથી ધોઈને પછી ઉપર બતાવેલી દવા લગાવવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ

૧. પશ્ચિમોતાનાશન

૨, ચક્રાસન

૩. પવન મુક્તાસન

૪. પ્રાણાયામ

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - 08.૦૦ થી  04.30 સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram - Join our channels -

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

answered Feb 12 by admin

Related questions

1 answer 4,477 views
4,477 views asked Dec 28, 2012 in પુરુષ સેક્સ સમસ્યા by annonymus
1 answer 2,127 views
2,127 views asked Apr 24, 2013 in જાતિય મૂંઝવણ by pranaypatel
1 answer 4,176 views
4,176 views asked Jan 21, 2013 in જાતિય શિક્ષણ by anonymous
1 answer 1,431 views
1,431 views asked Dec 31, 2012 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 4,947 views
4,947 views asked Mar 6, 2013 in જાતિય મૂંઝવણ by anonymous
1 answer 17,388 views
17,388 views asked Dec 31, 2012 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 4,272 views
4,272 views asked Jan 18, 2013 in જાતિય શિક્ષણ by anonymous
1 answer 1,830 views
1,830 views asked Dec 28, 2012 in વંધ્યત્વ by annonymus
1 answer 3,554 views
3,554 views asked Dec 28, 2012 in જાતિય શિક્ષણ by annonymus
1 answer 2,806 views
2,806 views asked Dec 28, 2012 in જાતિય શિક્ષણ by annonymus
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...